ઉના તાલુકાના દાંડી ગામ ના જાગૃત સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા દ્વારા ગામ ના વિકાસ માટે સરકાર ને કરી રજુઆત
ઉના તાલુકાના દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ પોતાના ગામ ના વિકાસ માટે સરકાર ને ધારદાર રજૂઆત કરી હતી જેમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજય ના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ ને રુબરુ મુલાકાત કરી દાંડી ગામ ની અંદર ગામ ની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ભુગર્ભ ગટર યોજના હેઠળ ગામ નો સમાવેશ કરી વરસાદી તેમજ ગંદા પાણી ના નિકાલ માટે ભુગર્ભ ગટર યોજના લાગુ કરવા રજૂઆત કરી હતી તો ગ્રામ વિકાસ કમિશનર શ્રી ને રુબરુ મુલાકાત કરી હાલ મા ગામ ની પંચાયત ઓફિસ ના અધુરા બાંધકામ માટે તાત્કાલિક અસરથી કામ શરૂ કરાવી આ પંચાયત ઓફિસ પુર્ણ કરાવવા માટે રજૂઆત કરી છે સાથે સાથે મુખ્ય મંત્રી હસ્તક ના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સાયકલોન સેન્ટર બનાવવા માટે પણ રજૂઆત કરી હતી જેમાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ હકારાત્મક અભિગમ સાથે આવનાર દિવસોમાં સાયકલોન સેન્ટર મંજૂર કરવામાં આવસે એવી હૈયાધારણ આપી છે જ્યારે ગામ ના યુવાનો પોલીસ આર્મી તથા જંગલ ખાતા ની તૈયારી કરી શકે એ માટે રમત ગમત નુ મેદાન ફાળવણી કરવા માટે પણ રજૂઆત કરી હતી તેમજ ગામ માં વધતા જતા વન્ય પ્રાણી ઓ સિંહ અને દિપડા ના ત્રાસ માંથી મુકિતી મળે એ માટે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ ને રુબરુ મળી દાંડી ગામે જંગલ ખાતા નો પોઇન્ટ આપવા વિનંતી પત્ર આપ્યો હતો આમ સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા એ દાંડી ગામ ના દરેક વિકાસ કામો માટે જાગૃતિ રાખી ગ્રામ જનો ની વ્યવસ્થા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો મા અગ્રતા આપવા રજૂઆત કરી છે જ્યારે આજરોજ ગિર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી ને રુબરુ મુલાકાત કરી દાંડી ગામ માં શાકમાર્કેટ શેડ બનાવવામાં આવે તેવી માગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના