જિલ્લા આચાર્ય સંઘ કાર્યશાળા સંસ્કાર હાઈસ્કૂલ રતનપુર મુકામે યોજાઇ
સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના ઉપક્રમે જિલ્લાના આચાર્યોની કાર્યશાળા રતનપુર મુકામે યોજાઇ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું. જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ અને શાળાના આચાર્યશ્રી મોગજીભાઈ પટેલે સ્વાગત અભિવાદન કરેલ. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવીએ પ્રેરક ઉદબોધન કરેલ. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ, ઓએસ શ્રી સી.એમ. કાગ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી જયંતીભાઈ ચૌધરી સંદીપભાઈ પટેલ, ડી.એસ. પટેલ, જી.બી. ઝાલા, જે.એસ ચૌધરી, નાયબ નિયામક એચડી વાઘેલા અને સ્ટેટ બેંક મેનેજર શ્રી નવનીત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891