ઉપલેટા માં આખો શ્રાવણ માસ ઘેર ઘેર વિના મુલ્યે બિલવપત્ર પહોંચાડવાની શુકલજી ની અનેરી સેવાઅહીંના સેવાભાવી રાજુભાઈ શુકલ જેઓ મહાદેવ ના ઉપનામ થી શહેરભરમાં પ્રખ્યાત છે વર્ષો થી તેઓ આખો શ્રાવણમાસ લોકોને ઘેર ઘેર જઈ વિના મુલ્યે બિલવપત્ર પહોંચાડવાની નિસ્વાર્થ સેવા કરે છે. કેન્સલ ની ગંભીર બીમારી ને માત આપી સેવાકીય પ્રવૃત્તિઓ માં ઓતપોત રહેતા શુકલજી સવારે સાયકલ ઉપર છાપાનીં ફેરી કરે દિવસના ઓટો રીક્ષા ચલાવે અને સામાન્ય ગરીબ દર્દીઓ પાંસેથી રીક્ષાભાડુ નથી લેતા તેમને વગર ભાડે હોસ્પિટલમાં પહોંચાડે છે. જે કોઈ ધર્મપ્રેમી લોકો ને બિલવપત્ર જોઈતા હોય તેઓ ગોપાલ બુક સ્ટોર પાંજરાપોળ રોડ ઉપર યાદીમાં લખાવી દેવા જણાવેલ છે
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા