ગીર જંગલ મધ્યે શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર: શ્રાવણ માસ દરમિયાન દર્શનનો અનેરો લ્હાવો
ગીરના ગાઢ જંગલો વચ્ચે, કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં બિરાજમાન દેવાધિદેવ શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિર એક અનોખું યાત્રાધામ છે. અહીં શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન કરવા એ ભક્તો માટે એક અદ્ભુત અનુભવ બની રહે છે.મંદિરનું સ્થાન અને પહોંચ
આ પવિત્ર મંદિર ગીર ગઢડાથી જામવાળા તરફ જતાં બાબરીયા ગામમાં આવેલ ફોરેસ્ટ ચેકપોસ્ટથી આશરે છ કિલોમીટર દૂર, ગીચ વનરાઈની વચ્ચે આવેલું છે.
શ્રાવણ માસ દરમિયાન વિશેષ વ્યવસ્થા
આગામી શ્રાવણ માસ તા. ૨૫.૦૭.૨૦૨૫ થી તા. ૨૩.૦૮.૨૦૨૫ દરમિયાન, બાબરીયા ચેકપોસ્ટથી ભાવિક ભક્તોને નિઃશુલ્ક પરમિટ દ્વારા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. શ્રી પાતળેશ્વર મહાદેવના ઉદાસીન મંહતશ્રી ધરમદાસ બાપુએ શ્રાવણ માસ દરમિયાન દરેક ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.ભક્તો માટે સુવિધાઓ મંદિર પરિસરમાં ભાવિકો માટે ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે, જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે.પર્યાવરણ જાળવણી માટે ખાસ સૂચના મંદિર વન્યજીવ સંરક્ષિત વિસ્તારમાં આવેલું હોવાથી, પર્યાવરણની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભાવિક યાત્રિકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તમારી પૂજા-સામગ્રી તેમજ અન્ય વસ્તુઓ કાપડની થેલીમાં લાવીને પર્યાવરણ બચાવવામાં સહયોગ આપવા વિનંતી છે.
રીપોર્ટ ધર્મેશ ચાવડા