>
Thursday, October 23, 2025

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલા અસલી સોનું બતાવી લાલચ આપીને બીજી વખત 1,35,000 લઈ નકલી સોનું આપી છેતરપિંડી કરનારા બે આરોપીને વડાલી પોલીસની ટીમે પકડી પાડ્યો 

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલા અસલી સોનું બતાવી લાલચ આપીને બીજી વખત 1,35,000 લઈ નકલી સોનું આપી છેતરપિંડી કરનારા બે આરોપીને વડાલી પોલીસની ટીમે પકડી પાડ્યો

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા ના ઓએ છેતરપિંડી જેવા બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે આધારે નાયક પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ છેતરપિંડીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હતી જે આધારે વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વાઘેલા તથા પોલીસ સ્થાપના માણસો તે દિશામાં કાર્યરત હતા તે વખતે હે.કો. મગનભાઈ અમરાજી તથા પો.કો. યુવરાજસિંહ કિરીટસિંહ ને ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ આધારિત હકીકત જાણવા મળી કે વડાલી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી કરનારા ઇસમો પૈકી (1)મંગલભાઈ પુંજાભાઈ સલાટ (2)જીતેન્દ્રભાઈ મોહનભાઈ સલાટ બંને રહેશે સર્વોદય નગર ડુંગળી મોડાસા તાલુકો. મોડાસા જિલ્લો. અરવલ્લીના ઓએ બનાવને અંજામ આપ્યો હતો અને બંને ઈસમોને મોડાસા ખાતે જઈ ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ આધારે શોધીને પકડી પાડી વડાલી પોલીસ સ્ટેશનને લાવી યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ ઉપરના ગુનાની કબુલાત કરી બંને આરોપીઓને ઉપરના ગુનાના સામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

આરોપીઓને ખોદકામ કરતી વખતે સોનું મળેલ છે જે સોનું સસ્તામાં આપવાની લાલચ આપી પ્રથમ વખતે અસલી સોનું બતાવી બીજી વખતે રૂપિયા મેળવી નકલી સોનું આપી છેતરપિંડી કરતા ઈસમોને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ

 

તસવીર અહેવાલ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores