ગીર સોમનાથ LCB દ્વારા કોબ ગામમાં જુગારનો મોટો કેસ ઝડપાયો: ૧૦ આરોપીઓની ધરપકડ, રૂ. ૧.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગીર સોમનાથ પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ LCB દ્વારા નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના કોબ ગામની “કાઠા વિસ્તાર” સીમમાં જુગારધામ પર રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમિયાન પોલીસે ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. ૭૮,૩૦૦ રોકડા, ૯ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪૦,૫૦૦), અને જુગાર સાહિત્ય મળીને કુલ રૂ. ૧,૧૮,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ સામે નવાબંદર મરીન પો.સ્ટે.માં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાની સૂચના હેઠળ, એલ.સી.બી. પો.ઈન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. એ.સી. સિંધવ અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી પાર પડી હતી. આ ઓપરેશનથી ગીરસોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વધુ એક પ્રહાર થયો છે.