>
Thursday, October 23, 2025

ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ દ્વારા “બેગલેશ ડે” નિમિત્તે ભગવાન શંકરની આરાધના કરાઈ

ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ દ્વારા “બેગલેશ ડે” નિમિત્તે ભગવાન શંકરની આરાધના કરાઈ

 

 

શનિવાર બેગલેશ ડે હોવાથી ધોરણ એક થી પાંચ ના દીકરા દીકરીઓએ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભગવાન શિવની આરાધના સ્વરૂપે માટીમાંથી શિવલિંગ અને શિવજીની પ્રતિમાઓ બનાવી શ્રાવણ મહિનાનું ઋણ અર્પણ કરીને ભાવ,ભક્તિ અને શ્રદ્ધા સાથે સૌ પ્રાથમિક વિભાગ જોડાયો હતો. આ પ્રસંગે શાળામાં આવીને માટીમાંથી બનાવીને પ્રતિકૃતિ રજૂ કરનાર ચાર દીકરાઓ પ્રજાપતિ મિત મુકેશભાઈ , પંચાલ પ્રણય રાજેશભાઈ, પ્રજાપતિ પ્રાંશુ મુકેશભાઈ અને ખાંટ હેતવીર રાજેન્દ્રસિંહને સિનિયર ગુરુજી ભારતસિંહજી ચૌહાણ અને શાળાના પૂર્વ પ્રાથમિક વડા અશ્વિનભાઈ જોશી, ઉચ્ચ પ્રાથમિક વડા ધીરુભાઈ પરમાર અને શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે હૃદયના ભાવથી આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા

 

તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores