વડાલીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ત્રિ દિવસીય પારાયણનું સમાપન કરાવ્યું
વડાલી શહેરમાં સહકારી જીન રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 24/7/2025 થી 26/ 7/ 2025 એમ ત્રણ દિવસ સુધી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાત્રે પારાયણનું ભવ્ય આયોજન કરાયું હતું
સ્વામિનારાયણ મંદિરમાં પારાયણમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ આજુબાજુ ગામડાના હરિભક્તોએ પૂજામાં બેસવાનો લાભ લીધો હતો
સ્વામિનારાયણ મંદિરમાં પારાયણમાં ત્રણ સંતો પધાર્યા હતા જેમાં સારંગપુર થી કેસર પ્રેમ સ્વામી અને નિર્દોષ પુરુષ સ્વામી તેમજ અમૃત મુની સ્વામી પધાર્યા હતા
ત્રિ દિવસીય પારાયણમાં કેસર પ્રેમ સ્વામી એ અને નિર્દોષ પુરુષ સ્વામીએ હરિભક્તોને કથા વાર્તાનું સરસ રસપાન કરાવ્યું હતું
સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસમાં ત્રિ દિવસીય પારાયણ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891