વડોદરામાંથી પકડાયેલા દારૂના કેસમાં SMCના હેડ કોન્સ્ટેબલની સંડોવણી.
જો વિજિલન્સ તપાસ આવશે તો રેડ નહીં પડે તેવું કહી SMCના સાજણ આહિરે 15 લાખ લીધા હતા.
આ સમગ્ર મામલો વડોદરાના સાંપામાંથી ઝડપાયેલા ₹1.73 કરોડના દારૂના કેસમાં ખુલાસો થયો. જ્યાં સાજણ આહિર ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ બુટલેગર અનિલ પાંડ્યાના સંપર્કમાં હતો. આ બંનેની વાતચીતની એક ઓડિયો ક્લિપ મળી આવી હતી જેમાં સાજણ બૂટલેગરને વિજિલન્સ તપાસ આવશે તો પણ રેડ નહીં પડે તેવી સિસ્ટમ સમજાવી રહ્યો હતો. જેથી પુરાવાના આધારે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891