>
Thursday, July 31, 2025

વયોવૃદ્ધ આયુષ્માન યોજના” અંતર્ગત સિમર ગામના બાલુભાઈ સિડાને મળી હૃદયરોગ અને સારણ ગાંઠની નિ:શુલ્ક સારવાર

*”વયોવૃદ્ધ આયુષ્માન યોજના” અંતર્ગત સિમર ગામના બાલુભાઈ સિડાને મળી હૃદયરોગ અને સારણ ગાંઠની નિ:શુલ્ક સારવાર*

………………………………

*આયુષ્માન યોજના હેઠળ મળે છે સરકારી તથા અનુમોદિત ખાનગી હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર સંપૂર્ણ રીતે વિનામૂલ્યે*

 

*પોરબંદર.તા.29*

પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ઘરે જઈને આયુષ્માન વય વંદના યોજના ચાલુ થઈ એ પહેલાથી અત્યાર સુધીમાં ૨૬,૫૪૨ વૃદ્ધોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.

 

પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલ નાગરિકોને ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી “વયોવૃદ્ધ આયુષ્માન યોજના” અંતર્ગત ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.

 

આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને આરોગ્ય કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વયોવૃદ્ધ નાગરિકોના ઘર પર જ તેમનું આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે.

 

આવી જ રીતે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના સિમર ગામના બાલુભાઈ સામતભાઇ સિડાને પોરબંદર આરોગ્ય તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યુ હતુ. જેનાથી તેમના હૃદયરોગ અને સારણગાંઠનું નિઃશુલ્ક અને સફળ ઓપરેશન કરાયું હતુ.

 

બાલુભાઈના પુત્રવધુ માલીબેન સિડાએ તે બદલ સરકારશ્રી અને જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

આઇ.ટી. સક્ષમ વ્યવસ્થા, ઝડપી કાર્યવાહી અને માનવીય લાગણી સાથે કરવામાં આવતી કામગીરીથી વડીલ નાગરિકોને હવે બિનજરૂરી ધક્કા નહિ ખાવા પડે અને સરકારી તથા અનુમોદિત ખાનગી હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર સંપૂર્ણ રીતે વિનામૂલ્યે મળી રહેશે. અહેવાલ = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores