ABRSM- ગુજરાતના પદાધિકારીઓની કચ્છ જિલ્લા પ્રવાસ દરમિયાન ભચાઉ ખાતે સમન્વય બેઠક યોજાઇ
કચ્છના કાર્યકર્તાઓને પ્રાંત અધ્યક્ષ દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયુ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત પ્રાંત કારોબારી કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલ હતી. પ્રાંત કારોબારી તમામ સંવર્ગ અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, આંતરિક ઓડિટર રણછોડજી જાડેજા તેમજ માધ્યમિક મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ભચાઉ સંઘ કાર્યાલય ખાતે પધારેલ હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદનાથી કરવામા આવેલ હતી. જિલ્લા સદસ્યતા અભિયાન તેમજ વર્ષ દરમિયાન થયેલ કાર્યોની ગતિવિધિનો પરિચય કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા દ્વારા આપવામાં આવેલ, ત્યારબાદ સંગઠનનું મહત્વ અને કચ્છ જિલ્લાના સંગઠનના કાર્યોની વિગતે ચર્ચા પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી અને સરકારી માધ્યમિક સંવર્ગ રાજય અધ્યક્ષ નયનભાઈ વાંઝા દ્વારા કરવામાં આવેલ હતો. ત્યારબાદ સદસ્યતા અભિયાન અંતર્ગત વાત તેમજ સંગઠનના અન્ય કાર્યક્રમો બાબતે પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર દ્વારા રાજ્યભરના જુદા જુદા જિલ્લામાં થયેલ સદસ્યતા અભિયાન અંગેના કાર્યોની વિગતો રજૂ કરેલ, ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા સંગઠનની સફળતા તેમજ આગામી પડતર પ્રશ્નો બાબતે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ જિલ્લા સ્તરે ૩૧ જુલાઈ સુધી આપેલ સદસ્યતાના લક્ષ્યાંક તેમજ મંડલ રચના પૂર્ણ કરવા બાબતે આહ્વાન કરેલ હતુ. “અમારી શાળા, અમારુ તિર્થ”, અંતર્ગત ૧ સપ્ટેમ્બરના રોજ શાળામાં ઉજવણી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ. જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા અને પ્રાંત સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા પ્રેરક માર્ગદર્શન મળેલ હતું.
આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ચંદ્રેશભાઈ જોશી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ- હર્ષદભાઈ ચૌધરી, સંગઠન મંત્રી- હિતેન્દ્રભાઈ પાવરા, ઉપાધ્યક્ષ- રામચંદ્રભાઈ રાજગોર, જિલ્લા ઉપાધ્યક્ષ- રણજીતસિંહ પરમાર, જિલ્લા સહ સંગઠન મંત્રી – અનિલભાઈ રાઠોડ, પ્રાથમિક ગ્રાન્ટેડ જિલ્લા ઉપાધ્યક્ષ મનુભા સોઢા, માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા આંતરિક ઓડિટર કે.પી.ચૌહાણ, અન્ય કાર્યકરો પ્રભુભાઈ ઢીલા, ધવલભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, દેવજીભાઈ આહિર, કલ્પેશભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ મેમકિયા સહિતના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી ચંદ્રેશભાઈ જોષી દ્વારા આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ મેમકિયાએ કરેલ હતુ, એવું માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891