>
Saturday, August 2, 2025

ગીર સોમનાથ LCB દ્વારા ભાચા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ LCB દ્વારા ભાચા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ અને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબની સૂચના મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના પો.ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ અને તેમની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન, પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી અને પો.કોન્સ. રવિરાજસિંહ બારડને સંયુક્ત બાતમી મળી હતી.કાર્યવાહી અને મુદ્દામાલ મળેલ બાતમીના આધારે, ઉના પોલીસ સ્ટેશન વિસ્તારના ભાચા ગામે, ઘાંચી ફળિયામાં આવેલ દાદુભાઇ હાજીભાઇ મન્સુરીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, દાદુભાઈ હાજીભાઈ મન્સુરી સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા, પરંતુ તેમના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની વિગત: ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કાચ અને પ્લાસ્ટિકની કંપની સીલ પેક કુલ ૧૩૨ બોટલો મળી આવી હતી, જેની આશરે કિંમત રૂપિયા ૨૩,૯૨૦/- થાય છે.

સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ LCB દ્વારા દારૂબંધીને લગતી આ અસરકારક કામગીરી બદલ પ્રશંસા થઈ રહી છે અને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં પોલીસની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores