હિંમતનગરમાં સ્વદેશી જાગરણ દ્વારા રેલી યોજાઈ…..
આજ તા 07/08/2025 ના રોજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબન અભિયાન અંતર્ગત અગસ્ત ક્રાંતિ દિવસના ઉપ્લક્ષમાં સ્વદેશી જાગરણ મંચ સાબરકાંઠા દ્વારા સ્વદેશીનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંતના સંગઠક ડો.મયુરભાઈ જોષી,પ્રાંત મહિલા સહ પ્રમુખ નીના બેન ભટ્ટ, પ્રાંત સહ સંપર્ક પ્રમુખ ધીમંતભાઈ ભટ્ટ,પ્રદેશ સહ પ્રચાર પ્રસાર પ્રમુખ ચૈતન્ય ભાઈ ભટ્ટ,જિલ્લા મહિલા પ્રમુખ મીનાબેન સાધુ,જિલ્લા મહિલા સહ પ્રમુખ પ્રીતિબેન પંડ્યા તથા ગાયત્રીબેન,જિલ્લા સહ સંયોજક કૃષ્ણવદન પરમાર તેમજ સ્વદેશી જાગરણ મંચના કાર્યકર્તા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી હિંમતનગર જિલ્લા કાર્યવાહ ભદ્રેશભાઈ પટેલ,જિલ્લા સંઘચાલક શ્રી દેવુસિંહજી ચૌહાણ,પ્રાંત કુટુંબ પ્રબોધન સહ-સંયોજક પરિમલભાઈ પંડિત તેમજ હિંમત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ, પંકજભાઈ જે મહેતા, ધવલભાઇ પટેલ અને વિચાર પરિવારની સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહીત હિંમત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલી બાદ સેવબુંદીના નાસ્તાનું પેકેટ નીલકમલ સ્વીટ એન્ડ નમકીન ના મોહનભાઈ દ્વારા આપવામાં આવેલ. 🙏