ઉના તાલુકાના ખાણ ગામે આઝાદી દિન નિમિત્તે સુખનાથ મહાદેવ ની વિશેષ પુજા
ઉના તાલુકાના ખાણ ગામે આવેલા સુખનાથ મહાદેવ મંદિર ખાતે ખાણ ગામ ના લોકો એ આઝાદી દિન નિમિત્તે વિશેષ મહા પુંજા ચઢાવવામાં આવી હતી મંદિર ની પ્રતિષ્ઠા મહોત્સવ પછી પ્રથમ વખત આ મહાપુજા નુ આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર ની ઝાંખી કરાવે એવા બેનર હેઠળ રુ તથા ધી થી ભગવાન શિવ ની વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી સાથે સાથે મહાદેવ ને તિરંગા ની પાઘ પહેરાવી વિષેસ શણગાર કરવામાં આવ્યો હતો ખાણ ગામ તથા આજુબાજુના ગામો ના લોકો એ આઝાદી દિન નિમિત્તે વિશેષ મહા પુંજા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે આજે શિતળા સાતમ હોય દર્શન કરવા માટે લોકો ની ભીડ જામી હતી
આમ શ્રી સુખનાથ મહાદેવ મંદિર ખાતે મંદિર સમિતિ એ ચઢાવેલ આ સવિશેષ પુંજા ની લોકો એ સરાહના કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના