>
Tuesday, August 26, 2025

વડાલી ની મેમણ કોલોની ખાતે 79 માં સ્વાતંત્ર દિનની ધામધૂમ પૂર્વક રંગે ચંગે ઉજવણી કરાઈ 

વડાલી ની મેમણ કોલોની ખાતે 79 માં સ્વાતંત્ર દિનની ધામધૂમ પૂર્વક રંગે ચંગે ઉજવણી કરાઈ

 

 

વડાલી તાલુકા મેમણ જમાત સંલગ્ન, વડાલી તાલુકા મેમણ સ્કૂલ કમિટી સંચાલિત,સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ વડાલી દ્વારા વડાલી મેમણ કોલોની શાહીન પાર્ક બગીચામાં 79માં સ્વાતંત્ર દિન નિમિત્તે ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. તથા નાના નાના બાળકોની સુંદર તિરંગા યાત્રા યોજવામાં આવી.જેનું આપણે સૌ વર્ણન ન કરી શકીએ તેવા અતિ સુંદર રાષ્ટ્રીય પ્રોગ્રામ નાના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા

જેમાં ધ્વજ વંદન વડાલી તાલુકા મેમણ જમાતના પ્રમુખ સાહેબ હાજી યુસુફભાઈ નવાનગરવાલા સાથે માજી પ્રમુખો હાજી અ. સત્તારભાઈ વાડોઠવાલા, હાજી અ.ગફુરભાઈ ખેરાલુ વાલા, ઉપ પ્રમુખ હાજી મહમદ હનીફભાઈ દાણી, જમાતના સેક્રેટરી હાજી લાલમહંમદભાઈ ભરતવાલા, તથા અગ્રણી વડીલ હાજી દિલાવર ભાઈ લોખંડવાલા, વડાલી તાલુકા મેમણ યુથ સર્કલ ના પ્રમુખ સાહેબ હાજી મોહસીનભાઈ લાટીવાલા દ્વારા કરવામાં આવ્યું

આ પ્રસંગનું સ્વાગત પ્રવચન સનરાઈઝ પ્લે ગ્રુપના મેડમ નાઝીમા મેડમ એ સુંદર શબ્દોમાં કર્યું હતું.

આ પ્રસંગે મહેમાને ખુશુશી હાજી ફજલભાઈ જવાહર વાલા, હાજી અબુબકકરભાઇ વિજાપુર વાલા, હાજી અ.રજાકભાઈ લાટીવાલા, મેમણ જમાત સંચાલિત ગુલશન પાર્ક સોસાયટીના પ્રમુખ સફીભાઈ ચોટાસણ વાલા, હાજી ઈદ્રીશભાઈ ચૌટાવાલા, હાજી ફજલભાઇ યાદગાર વાલા, હાજી બશીરભાઈ થુરાવાસ વાલા, હાજી ઝાકીરભાઇ ઓઇલ મીલવાલા,તથા અન્ય મહાનુભાવો સાથે વડીલો,ભાઈઓ,બાળકો તથા મોટી સંખ્યામાં મા-બહેનોએ અમૂલ્ય હાજરી આપી પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા.

આ પ્રસંગના મુખ્ય મહેમાન વડાલી તાલુકા મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ નવાનગર વાલા એ બહુમૂલ્ય પ્રવચન આપ્યું હતું.

સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ ના ચેરમેન હાજી મોહસીનભાઈ લાટીવાલા એ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગ ની તારીફ માટે હાજી.અ.સત્તારભાઈ વાડોઠવાલા તથા હાજી અ.ગફુરભાઈ ખેરાલુ વાળાએ બે બોલ સાથે પ્રસંગને શોભાવ્યો હતો

સનરાઈઝ પ્લે સ્કૂલના તહુરા મેડમ, સગુફતા મેડમ, પ્રસંગિક સ્પીચ આપી હતી.

સ્કુલમાં આધુનિક ફેસીલીટી વધારવા માટે મોહતરમ એવા વડીલો, ભાઈઓ તથા માં-બહેનો એ દિલખોલી રકમ લખાવી હતી.

સ્કૂલ કમિટી તથા યુથ સર્કલ કમિટી જેમાં હા. હિદાયતભાઈ લોખંડવાલા,હા. મુસેબભાઈ જવાહર વાલા, હા.મોહસીનભાઈ લાટી વાલા,વસીમભાઇ ફર્નિચર વાલા, હા. મકસુદભાઈ સુતરવાલા, મા. વસીમભાઈ વાડોઠવાલા, અલ્તાફભાઈ નવાનગરવાલા, સમીરભાઈ સાદરાવાળા, હાફિઝ દિલાવભાઈ ખેરાલુવાળા, હા. સલમાનભાઈ હાથરવા વાળા, તથા અન્ય સભ્યો, તેમજ સ્કૂલના મેડમો દ્વારા ભારે જહમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સાઉન્ડ માટે જુબેરભાઈ નેમ વિડીયોવાળા એ સુંદર સેવા આપી હતી ,આભાર વિધિ વડાલી તાલુકા મેમન જમાત ના મંત્રીસાબ હા.લાલ મહમંદ ભરતવાળા ઓ એ કરી હતી, તેમજ અંતમાં અલ્પાહાર સાથે પ્રસંગને સમાપન કર્યો હતો.

 

તસવીર અહેવાલ…. વિશાલ ચૌહાણ સાથે ફજલભાઈ મેમણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores