>
Tuesday, August 26, 2025

કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા દ્વારા વાર્ષિક સ્નેહ મિલન યોજાયું

કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા દ્વારા વાર્ષિક સ્નેહ મિલન યોજાયું

 

 

જન્માષ્ટમીના પવિત્ર દિવસે કન્યા વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે ખેડબ્રહ્મા શહેરનું વાર્ષિક સ્નેહ મિલન ભામાશા રસિકભાઈ ભોજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયું. જેમાં બાલવાટિકાથી માંડીને કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલ એક થી ત્રણ નંબરને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલ. પ્રાર્થના બાદ મંત્રીશ્રી શાંતિલાલ ભગતે સૌને આવકાર્યા હતા. ભોજન તથા ઇનામના દાતા ગાડુ કંપાના રસિકભાઈ, નરસિંહભાઈ અને હસમુખભાઈ ભોજાણીના વરદ હસ્તે ઇનામો આપવામાં આવેલ. આ પ્રસંગે ડોક્ટર મનહરભાઈ પટેલ, સંતશ્રી પંકજદાસજી મહારાજ, ડોક્ટર સી કે પટેલ, કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીભાઈ પટેલ, મુખીશ્રી નાનાલાલભાઈ, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ, ડોક્ટર અમિત પટેલ, જ્ઞાનવિહાર ટ્રસ્ટના પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ, નાસિકથી લીલા ચીમનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સી કે પટેલ અને ડોક્ટર ધવલ પટેલે ઈમરજન્સીમાં સીપીઆર કઈ રીતે અપાય તેની લાઈવ સમજ આપી હતી. આ પ્રસંગે યુવા સંત પંકજદાસજી મહારાજે સમાજને નવી દિશા આપવા માટેના રચનાત્મક સૂચનો કર્યા હતા. પ્રમુખશ્રી રશ્મિકાંત પોકાર અને યજમાન પ્રમુખ શ્રી મણીભાઈ રૂડાણી તથા જીતુભાઈ રામજીયાણીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. આવતા વર્ષે ભોજન તથા ઇનામના દાતા તરીકે નાનુંમાં અને સવજીબાપાના પૌત્ર નીલ અને જીલ દ્વારા આપવામાં આવશે. આગામી 2030 સુધીના ભોજન અને ઇનામના દાતાઓની પણ નોંધ કરવામાં આવી હતી. વરદાન હોસ્પિટલ ડોક્ટર એમ પી પટેલે મુંબઈથી શુભેચ્છાઓ આપી હતી. શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળના પ્રમુખશ્રી રશ્મિકાંત પોકાર, ઉપ-પ્રમુખશ્રી જીગ્નેશ કુમાર ભગત, મંત્રીશ્રી શાંતિલાલ વેલાણી, સહમંત્રી શ્રી રોનક નાકરાણી, ખજાનચીશ્રી ધવલ ભોજાણી, જીમીશ ભગત, પૂર્વ પ્રમુખશ્રી લલિતભાઈ પટેલ તથા કારોબારી સભ્યોના સફળ આયોજનને બિરદાવવામાં આવેલ. આભાર વિધિ ડોક્ટર ધવલ પટેલે કરેલ તથા સમગ્ર સંચાલન નૈલેષ રામજિયાણી એ કરી હતી અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કર્યો હતો

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores