વરસાદ નું કેટલું મહત્ત્વ છે એ તો સૌ જાણે જ છે. અને નક્ષત્ર મુજબ વરસાદ કેવી રીતે પડે છે એ પણ આપણે ચર્ચા કરતાં હોઈએ છીએ..✍️
પરંતુ આજે આપણે એ વરસાદ નું પાણી ક્યાં નક્ષત્ર નું હોય તો એનું મહત્ત્વ વધી જાય એ બાબત આપણા જ્યોતિષ શાસ્ત્ર અને પરંપરા મુજબ જાણીએ.
મઘા નક્ષત્રનું (17.8.25 થી 31.8.25)પાણી ભારતીય જ્યોતિષ અને પરંપરામાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે. એવુ મનાય છે કે સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં હોય ત્યારે જે વરસાદ આવે છે તે પાણી એકદમ શુદ્ધ, પવિત્ર અને ગુણકારી હોય છે. આ પાણીને ગંગાજળ સમાન માનવામાં આવે છે.
👍મઘા નક્ષત્રના પાણીમાં કીડા કે જીવાત થતા નથી તે આખું વર્ષ સંગ્રહ કરવા છતાં બગડતું નથી. તેથી આ પાણી ને અમૃત સમાન ગણવામાં આવે છે.
👍આ પાણી પીવાથી પેટના રોગો અને કૃમિ જેવી સમસ્યાઓ દૂર થાય છે. આયુર્વેદિક દવાઓ આ પાણી સાથે લેવાથી તેની અસર વધી જાય છે.
👍આધ્યાત્મિક દ્રષ્ટિએ, આ પાણીનો ઉપયોગ પૂજા-પાઠ, અભિષેક અને અન્ય ધાર્મિક કાર્યોમાં થાય છે .ઘણા લોકો શિવ ભગવાન પર આ પાણીનો અભિષેક કરે છે, જે ગંગાજળ અર્પણ કરવા જેટલું પુણ્ય આપે છે.
👍મઘા નક્ષત્રમાં થતો વરસાદ ખેતી માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. કારણ કે આ સમયે ચોમાચુ પાક પૂર્ણ કળાએ ખીલેલો હોય છે. આ વરસાદથી ધરતીની તરસ છીપાઈ જાય છે અને પાક ખૂબ સારો થાય છે. એક કહેવત છે કે, “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલે કે માતા જ્યારે જમાડે ત્યારે જ બાળકનું પેટ ભરાય. એ મુજબ મઘા નક્ષત્રમાં વરસાદ વરસે એટલે ધરતી નું પેટાળ પાણી થી ભરાય અને મોલ ખુબજ સારો પાકે.
😨 મઘા નક્ષત્રના વરસાદના પાણી નો સંગ્રહ કેવી રીતે કરવો?
મઘા નક્ષત્ર દરમિયાન પડતા વરસાદનું પાણી તાંબા, પિત્તળ
કે કાંસા અથવા સ્ટીલના વાસણમાં સીધું જ સંગ્રહ કરવું. જેથી તેની શુદ્ધતા જળવાઈ રહે.