ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે બોટ ડુબી જતાં નવ પૈકી ચાર માછીમાર દરીયા મા ગુમ
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે થી ગત તારીખ 17/8/2025 ના રોજ વેલજીભાઇ ચિના ભાઇ ની માલિકી ની બોટ માછીમારી કરવા માટે સિઝન ની પ્રથમ ફિસીગ માટે નવ ખલાસીઓ સાથે હોંશભેર દરિયા મા નિકળી હતી સૈયદ રાજપરા બંદર થી અદાજીત 15 થી 20 નોટિકલ માઇલ દૂર દરિયામાં માછીમારી કરી રહી હતી આ દરમિયાન દરિયાઇ વાતાવરણ બગડતા વરસાદ શરૂ થયો હતો અને પવન ના સુસવાટા વચ્ચે આ ફિશીંગ બોટ પછડાટ ખાધી હતી અને અંતે આ બોટ એ જળસમાધિ લીધી હતી બોટ મા સવાર કુલ 9 માછીમાર પૈકી ના કુલ 5 માછીમાર ભાઇઓ ને નજીક માં રહેલી અન્ય બોટો એ જાન ના જોખમ એ બચાવી લીધા હતા અને કિનારા તરફ રવાના કરીયા હતા ડુબી ગયેલી બોટ ના ઇજા પામેલા માછીમાર ને લય ને કિનારે અન્ય બોટ પહોચે એ પહેલાં કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન દ્વારા ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાઇ હતી અને જેવી ઇજાગ્રસ્ત હાલતમાં માછીમારો ને લય ને બચાવકાર્ય મા રોકાયેલી બોટ બંદર પર આવતા ની સાથે જ 108 એમ્બ્યુલન્સ ની ટિમ દ્રારા આ 5 માછીમારો ને ઉના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે ની જાણ ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને થતાં વરસતા વરસાદમાં સૈયદ રાજપરા ગામે દોડી ગયા હતા અને બોટ માલિક પાસેથી વિગતો મેળવી હતી સાથે સાથે ગુમ થયેલા અન્ય 4 માછીમાર ભાઇઓ ને શોધવા માટે સુચના આપવામાં આવી હતી
આ તકે ઉના પ્રાત અધિકારી શ્રી પરમાર સાહેબ પણ સૈયદ રાજપરા ગામે હાજર હોય પરિસ્થિતિ નો તાગ મેળવી જીલ્લા કલેકટર શ્રી ને વાકેફ કર્યા હતા હાલ તો દરીયો તોફાની હોય ગુમ થયેલા માછીમારો ને શોધવા ખુબ મુશ્કેલ બન્યું છે તેમ છતાં પ્રયાસો ચાલુ છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના