પાવનકારી શ્રાવણ માસમાં દર સોમવારે શ્રી બડાબજરંગ રામ મંદિરે ઉપલેટા ખાતે 1008 દીવાની દીપ માળા તથા ફરાળ પ્રસાદ.
વિશાળ સંખ્યામાં ભક્તો નિઉપસ્થિ તિ
ઉપલેટા શહેરનું અનેરું આસ્થાનું પ્રતીક શ્રી બડા બજરંગ રામ મંદિરે ઉપલેટા ખાતે પાવનકારી શ્રાવણ માસના દર સોમવારે ૧૦૦૮ દીવાની દીપ માળાના અલૌકિક દર્શનનો લાભ હજારો ભક્તોનો લે છે. તેમજ ફરહાળ દર સોમવારે આવેલા તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે મહાદેવને ૧૦૦૮ દીવાની દીપ માળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ ફૂલોનો અલૌકિક શણગારના દર્શનનો લાભ ઉપલેટા શહેર વિશાળ સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. ભગવાન ભોળનાથને શીશ નમાવી ધન્યતા અનુભવી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શ્રી બડા બજરંગ રામ મંદિર સમિતિના જયેશભાઈ ત્રિવેદી , આનંદભાઈ સોની , વિક્રમસિંહ સોલંકી , પરાગભાઇ કોટેચા , ભાવેશભાઈ સુવા , ચંપકભાઈ પાદરીયા , નથુભાઈ ચંદ્રવાડિયા એ જહેમત ઉઠાવી હતી.
ઉપલેટા નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા , કારોબારી ચેરમેન મયુરભાઈ સુવા , નગર પાલિકાના સદસ્યો જગદીશભાઈ વિરમગામા , મનોજભાઈ નંદાણીયા , નિકુલભાઈ ચંદ્રવાડિયા , ચિંતનભાઈ કરાવડિયા , રધુભા સરવૈયા , અસ્મિતાબેન મુરણી , જેઠાભાઈ ડેર , લખમણભાઈ ભોપાળા , બાર એસોસિયના પ્રમુખ નિલેશભાઈ જોષી , તેમજ ઉપલેટા શહેરના અગ્રણ્ય નીલુભાઈ ગોંધિયા , સુનિલભાઈ ધોળકિયા , પૂર્વ નગર પાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા , સંદીપભાઈ નથવાણી , ચંદુભાઈ વ્યાસ , ભરતભાઈ જોષી , શિક્ષક સંઘના પ્રમુખ બહાદૂભાઈ ડાંગર સહિત , મનુભાઈ બારોટ , ભારાઈ સાહેબ , ભાવેશભાઈ જેનાણી તેમજ રાધે મહિલા મંડળના ભારતીબેન બાબરીયા , મંજુબેન માકડિયા સહિતના બહેનોએ હાજરી આપી હતી. અને ધન્યતા અનુભવેલ. મંદિરના સેવકો પ્રકાશભાઈ પરમાર , ભરતભાઈ મહેતા વગેરેએ જહેમત ઉઠાવવી.
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા