ઇડર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરેલ બાઇક તથા મોબાઇલ સાથે એક ઇસમને પકડી મોટર સાયકલ તથા મોબાઇલ કિં.રૂ.૨૫,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરી અનડીટેકટ વાહનચોરીનો ગુન્હો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.હે.કો. પ્રકાશકુમાર રબારી તથા આ.હે.કો. પ્રકાશભાઇ તથા અ.પો.કો.જ્ઞાનદીપસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. દોલતભાઇ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
ઉપરોકત ટીમના માણસો તા.૨૬/૦૮/૨૦રપના હિમતનગર એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. દોલતકુમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, “ એક ઇસમ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ કાળા કલરની બજાજ કંપનીની ડીસ્કવર મોટર સાયકલ નંબર-GJ.09.CG.3564 લઇને ઇડર તરફથી હિંમતનગર તરફ આવે છે.” જે બાતમી હકીકત આધારે હિંમતનગર ધાણધા ફાટક રોડ ઉપર મોટર સાયકલની વોચમાં હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની મોટર સાયકલ લઇને એક ઇસમ ઇડર તરફથી આવતાં તેને રોકી નામઠામ પુછતા પોતે પોતાનું નામ કેતન સ/ઓ નરેશભાઇ રાજુભાઇ મકવાણા (ડુંગરી ભીલ આદીવાસી) ઉ.વ.૧૮ રહે.રતનપુર (ખેરોજ) તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા હાલ રહે.હરીગઢ તા.દાંતા જી.બનાસકાંઠા જીતુભાઇ પ્રજાપતિના બોર કુવા ઉપરનો હોવાનું જણાવેલ તેમજ તેની પાસેના મોટર સાયકલ તથા મોબાઇલની માલિકી અંગેના આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનું જણાવતાં સદરી મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર મોટર સાયકલ તથા મોબાઇલ ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૨૦૨૫૧૦૫૩/ ૨૦૨૫ ભારતીય નાગરીક સંહિતા કલમ.૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ હોઇ જે અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ સદર પકડાયેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર-GJ.09.CG.3564 કિ.રૂ.૨૦,૦૦૦/ તથા મોબાઇલ ફોન
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891