સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધવામાં આવેલ મુળ ફરિયાદમાં આરોપીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં| પ્રખર ધારાશાસ્ત્રી નાણાવટી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી જેને હાઇકોર્ટે મંજૂરી આપેલ છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી કે કોર્ટને આપવામાં આવેલી બાહેધરી મુજબ જી.પી.આઇ.ડી કોર્ટમાં પાંચ કરોડ જમા કરાવી દીધા છે રોકાણકારોને પૈસા પરત|આપવા માટે પણ પહેલા મહિને એક કરોડ બીજા મહિને બે કરોડ ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરવામાં આવશે રોકાણકારોને તમામ રકમ એક વર્ષના ગાળામાં ચુકવી દેવાશે રોકાણકોરોમાં આનંદ સાથે હાશકારો વ્યાપ્યો છે.
અહેવાલ:- વિવેકસિંહ ચૌહાણ/ મોડાસા-અરવલ્લી