ઊના: સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા 32 વર્ષથી ગણેશ પંડાલનું ભવ્ય આયોજન
ઊનામાં સૌથી જૂનો અને ભવ્ય ગણેશ પંડાલ, શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 32 વર્ષથી સતત આયોજિત કરવામાં આવે છે. નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી કાનાભાઈ બાંભણિયા અને તેમના ગ્રુપ દ્વારા આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.આ પંડાલની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ ધાર્મિક પરંપરા જાળવી રાખવા ઉપરાંત સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો છે. 32 વર્ષથી ચાલી આવતી આ પરંપરાએ ઊનાના નાગરિકોમાં ગણેશ ઉત્સવનું એક આગવું મહત્ત્વ સ્થાપિત કર્યું છે.આ પંડાલમાં માત્ર પૂજા-આરતી જ નહીં, પરંતુ વિવિધ આયોજન થાય છે. ભજન-કિર્તન આ તમામ પ્રવૃત્તિઓ ગ્રુપના સભ્યો દ્વારા સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે.આ વર્ષે પણ શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે, જે આ પંડાલની લોકપ્રિયતા અને ધાર્મિક આસ્થાનું પ્રતીક છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા