ગીરગઢડા પોલીસે શાણાંવાકિયા ગામમાં જુગાર રમતા ૭ આરોપીઓને ઝડપી પાડ્યા
ગીરગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. મોરવાડીયાની સૂચના મુજબ, ગીરગઢડા પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે શાણાંવાકિયા ગામમાં નદીના સામા કાંઠા વિસ્તારની એક શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૭ લોકોને ઝડપી પાડ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે, કનુભાઈ ખોડાભાઈ ગોહિલના ઘરની આગળ કેટલાક લોકો ગોળ કુંડાળું વળી ગંજીપાના અને પૈસા વડે ‘રન-પોલીસ તીન-પત્તી’ નામનો જુગાર રમી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૨૦,૩૭૦ રોકડા રૂપિયા અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં કનુભાઈ ખોડાભાઈ ગોહિલ, શંભુભાઈ રામભાઈ ભાલિયા, ધીરૂભાઈ બાપુભાઈ વાળા, સવજીભાઈ લખાભાઈ ભાલિયા, હમીરભાઈ ખોડાભાઈ બાંભણીયા, કમલેશભાઈ છગનભાઈ ભાલિયા અને નવનીતભાઈ ગીગાભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ સામે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. મોરવાડીયા, પો.હેડ.કોન્સ. જગદીશભાઈ ગાંગાભાઈ સોસા, પો.કોન્સ. હિતેશભાઈ અરશીભાઈ વાઘેલા, નલીનભાઈ બાલાભાઈ, દિલીપસિંહ વીરાભાઈ વાઢેળ, અવિરાજસિંહ ગંભીરસિંહ રાઠોડ અને હિરેનભાઈ કિશોરભાઈ મકવાણા સામેલ હતા.
રિપોર્ટર ધર્મેશ ચાવડા