>
Tuesday, September 2, 2025

જાદર પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી 40 હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો 

જાદર પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી 40 હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા ના ઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવ સંબંધી ચોરીઓના બનાવ સંદર્ભે આવી ચોરી કરતા ઈસમને પકડી ગુન્હા બનતા અટકાવવા માટે સૂચના આપેલ હતી જે સંદર્ભે સ્મિત ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ આરડી તરલ પોલીસ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશન તથા તેમના સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ અને તપાસમાં રહી આવા ઈસમોને પકડવા માટે સૂચના આપેલ હતી

 

જે આધારે સર્વેલન્સ બોર્ડના માણસો તે દિશામાં સતત તપાસમાં રહી દરમિયાન હે.કો. રાજુભાઈ જયરામભાઈ ને બાતમી મળી કે એક ઈસમ ઓડા ગામે શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને આવી છે જે હકીકતના આધારે ઓડા ગામે જઈ ઇસમની કોર્ડન કરી લઈ ઈસમ પાસે મોટરસાયકલ ના કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરતો હોય જેથી જાદર પોલીસ સ્ટેશન લાવી નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ સુરેશભાઈ જેઠાભાઈ જાતે પારગી ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી રહે ગૌપીપળા તાલુકો કોટડા છાવણી જીલ્લો. ઉદેપુર રાજસ્થાન હોવાનું જણાવતો હોય તથા ઈસમનું મોટરસાયકલ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા મોટરસાયકલ હોન્ડા કંપનીની shine બ્લેક ગ્રે કલરની મોટરસાયકલ જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ 09 DP 1462 છે જેનો ચેચીસ નંબર ME4HC152ERG299676 તથા એન્જિન નંબર HC15EG1300103 છે જેની કિંમત આશરે 40,000 છે જે મોટરસાયકલ ઓડા ગામેથી પૂરી કરેલ હોવાનું કબુલાત કરતા હોય અને જે મોટરસાયકલ બાબતે જાતર પોલીસ સ્ટેશન ખાતે ડી એન એસ કલમ 303 (2) મુજબનો ગુનો દાખલ થયેલ છે જે મોટરસાયકલ ઈસમ પાસેથી મળેલ હોય જે તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે આમ ગુન્હાનો મુદ્દા માલ રિકવર કરી અનડિટેક્ટ ગુન્હા ને ડિટેક્ટ કરી મિલકત સંબંધી ગુના નો ભેદ ઉકેલવામાં જાદર પોલીસને સફળતા મળી

 

પકડાયેલ આરોપી : સુરેશભાઈ જેઠાભાઈ પારગી ઉમર વર્ષ 30 ધંધો મજૂરી ગૌ પીપળા તાલુકો કોટડા છાવણી જીલ્લો ઉદેપુર રાજસ્થાન…

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores