વડાલીના વોર્ડ નંબર 5 માં ત્રણ મહિનાથી રોડ ના અધૂરા કામને લઈને રહીશોએ નગરપાલિકાએ હોબાળો મચાવ્યો
નગરપાલિકાના શાસકોની બેદરકારી અને આયોજનના અભાવને કારણે વિકાસના કામો માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી શહેરના વોર્ડ નંબર 5માં અધૂરા છોડી દેવાયેલા રોડના કામને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરવા ગયેલા નગરજનો અને સત્તાધીશો વચ્ચે ભારે તું-તું, મૈં-મૈ થતાં મામલો ગરમાયો હતો. એક તરફ કોન્ટ્રાક્ટર ગ્રાન્ટ અને પેમેન્ટ ન મળવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ પાલિકાના અધિકારી જવાબ આપવાથી પણ દૂર ભાગી રહ્યા છે.
વોર્ડ-5માં જૂની દૂધ ડેરીથી કસબા વિસ્તાર સુધીના રોડનું નિર્માણ ત્રણ મહિના પહેલા શરૂ કરાયું હતું. કોન્ટ્રાક્ટરે માત્ર પથ્થરની મોરમ પાથરીને કામ અધૂરું છોડી દીધું છે. આ અધૂરા કામને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશ અશોકભાઈ પટેલે જણાવ્યું કે, “છેલ્લા ત્રણ મહિનાથી આ રોડનું કામ બાકી છે. ચોમાસામાં વરસાદના બહાના અપાય છે, પણ વચ્ચે વીસ દિવસ વરસાદ બંધ હતો ત્યારે પણ કામ થયું નહોતું.” આ બેદરકારીનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે.
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર પરિતા પરમારે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “માહિતી જોઈતી હોય તો ઓફિસ આવવાનું. તમને કેટલા પ્રશ્નોના જવાબ આપવાના?”
આ મામલે કોન્ટ્રાક્ટર હેમેન્દ્ર સગરે પેમેન્ટ અને ગ્રાન્ટ ન મળી હોવાનું બહાનું આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “પેમેન્ટ બાકી છે અને ઉપરથી ગ્રાન્ટ આવી નથી. સી.સી. કરવાનું બાકી છે. જો વરસાદ બંધ રહેશે તો બે-ચાર દિવસમાં કામ શરૂ કરી થશે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891