>
Tuesday, September 2, 2025

શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જનના જાફરાબાદ અને રાજુલા તાલુકાના સ્થળો જાહેર 

શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જનના જાફરાબાદ અને રાજુલા તાલુકાના સ્થળો જાહેર

 

જાહેર જનતાએ સૂચિત સ્થળોએ જ શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું

 

અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ (શનિવાર) અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શ્રી ગણેશજીની મૂર્તિના વિસર્જનના સ્થળો જાહેર કરવામાં આવ્યા છે, જાહેર જનતાએ સૂચિત સ્થળોએ જ શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું.

 

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં જાહેર કરવામાં આવ્યા છે તે સ્થળ મુજબ, જાફરાબાદ તાલુકાના વઢેરા સરકેશ્વર બીચ, રતનેશ્વર બીચ, મુ.બલાણા તા.જાફરાબાદ, ખારીબા બીચ સોનગઢ મુ.બાબરકોટ તા.જાફરાબાદ, લુણસાપુરીયા દાદા તળાવ, લૂણસાપુર તા.જાફરાબાદ, વારાહ સ્વરુપ બીચ મુ.વારાહ સ્વરુપ

તા.જાફરાબાદ, શોરા વિસ્તાર મુ.શિયાળબેટ તા.જાફરાબાદ

ખાતે વિસર્જન કરવું.

 

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન નક્કી કરવામાં આવેલા વિસર્જન સ્થળો અને મંજૂરી લીધી હોય તેમાં દર્શાવવામાં આવ્યા એ સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળ ખાતે વિસર્જન ન કરવું.

 

આમ, ઉપરોકત સ્થળોએ શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા રાજુલા અને જાફરાબાદ તાલુકાની તમામ જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે.

 

જો આ સ્થળો સિવાય અન્ય સ્થળોએ વિસર્જન કરવામાં આવશે તો અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના

જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તે હેઠળ સજાને પાત્ર થશે.

 

જેથી જાહેર જનતાને ઉપર મુજબની સૂચનાનું ચુસ્ત પાલન કરી રાજુલા પ્રાંત કચેરી દ્વારા રાજુલા અને જાફરાબાદ તાલુકામાં નક્કી કરવામાં આવેલ સ્થળો પર જ શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે, તેમ રાજુલા પ્રાંત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

રીપોટર મુકેશ ડાભી જાફરાબાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores