>
Wednesday, September 3, 2025

સૌરાષ્ટ્રમાં વધુ કામ કરતી નગરપાલિકામાં ભાયાવદર નગરપાલિકા પ્રથમ નંબરે આવે છે

સૌરાષ્ટ્રમાં વધુ કામ કરતી નગરપાલિકામાં ભાયાવદર નગરપાલિકા પ્રથમ નંબરે આવે છે : તેથી જ કેન્દ્રીય મંત્રી માંડવીયા અને ધારાસભ્ય પાડલીયા તેમના અન્યત્ર કાર્યક્રમમાં ભાયાવદર પાલિકાના હોદ્દેદારો અને ટીમ ભાજપના દાખલા આપે છેજિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવેલ છે કે જ્યારથી ભાયાવદર નગરપાલિકામાં ભાજપે શાસન સંભાળ્યું છે ત્યારથી રોડ રસ્તા ગટર લાઈટ પાણી કોઝવેના કામો સ્મશાન રીપેરીંગ દવા છટકાવ ખરાબ રસ્તા ઉપર મોરમ પાથરવી અને વૃક્ષારોપણ કરી તેને ઉછેરવાના સંકલ્પ લઈ પ્રમુખ રેખાબેન ઉપ-પ્રમુખ સંજયભાઈ ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના હોદ્દેદારો અને ટીમ ભાજપના આગેવાનો કોઈપણ જાતના વાદવિવાદ વગર શહેરનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે તેના માટે અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા ભગવાનજીભાઈ પરસાણીયા ધવલભાઇ પટેલ નયનભાઈ ફળદુ હાર્દિકભાઈ રાવલ સહિતના ચૂંટાયેલા સદસ્યો વિગેરે યુવાનો તહેવારોની ઉજવણી બાજુએ મૂકી દિવસ રાત ચાલતા કામોનું કરી રહ્યા છે આગેવાનો કામદારો સાથે પોતે પણ મોરમ પાથરવા દવાનો છટકાવ કરવા લાગી જાય છે અમે પોતાના ઘરના કામો એક બાજુ મૂકી મોડી રાત્રી સુધી ભાયાવદરમાં જુદી જુદી જગ્યાએ ચાલતા કામો ઉપર ઉભા રહી જરૂરી માર્ગદર્શન આપે છે વધુમાં ચુડાસમા એ જણાવેલ છે કે અમને આ કાર્યમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા નું સતત માર્ગદર્શન ઉપરાંત રાજ્ય અને કેન્દ્રની વિકાસની ગ્રાન્ટો પણ મંજૂર કરાવી દે છે ભાયાવદર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત આવા નિષ્ઠાવાન કામ કરતા હોદ્દેદારો મળ્યા છે અને ભાયાવદર ની જનતા પણ તેમની સરાહના કરી પ્રોત્સાહિત કરી રહી છે અંતમાં ઇન્દ્રજીતસિંહ ચુડાસમાએ જણાવેલ છે કે સૌરાષ્ટ્રની સૌથી વધુ કામ કરતી નગરપાલિકામાં ભાયાવદર નગરપાલિકા પ્રથમ નંબરે આવે છે જે અતિશયોક્તિ નહિ ગણાય કારણ કે કેન્દ્રીય મંત્રી માંડવીયા અને ધારાસભ્ય પાડલીયા તેમના અન્ય વિસ્તારના કાર્યક્રમોમાં ભાયાવદર નગરપાલિકાના સત્તાધીશોના અને ટીમ ભાજપના દાખલા આપે છે હે ભાયાવદર ના હોદ્દેદારો માટે શિરપાવ સમાન છે

 

રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores