>
Sunday, September 7, 2025

રાહ પગાર કેન્દ્ર પ્રા શાળા માં ડૉ સર્વપલી રાધાકૃષ્ણ ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં*

*અહેવાલ શૈલેષ ભાઈ સી ઠાકોર*

 

*રાહ પગાર કેન્દ્ર પ્રા શાળા માં ડૉ સર્વપલી રાધાકૃષ્ણ ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં*

આજે રાહ પગાર કેન્દ્ર પ્રા શાળા માં ૫ મી સપ્ટેમ્બર ના રોજ ડૉ સર્વપલી રાધાકૃષ્ણ ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજના એક દિવસ ના આચાર્ય બહેન ધોરણ 8 માં અભ્યાસ કરતા ચિન્તું બેન પ્રજાપતિ બન્યાં હતાં. જ્યારે ઉપચાર્ય ઓઝા ઉપાસના બેન બન્યાં હતા.. સમગ્ર કાર્યક્રમ નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આજના 80 જેટલા એક દિવસય શિક્ષક દિવસ માં ભાગ લીધો હતો. અને સાથે બાળકો નો પણ સારો સાથ સહકાર મળ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન આજ ના એક દિવસ માટે શિક્ષક બનેલા વિધાર્થીઓ માટે શાળા ના આચાર્ય સાહેબ શ્રી યોગશભાઈ સુથાર સાહેબ તરફ થી દરેક વિદ્યાર્થીઓ મિત્રો ને નાસ્તો આપવામાં માં આવ્યો હતો.

 

 

ત્યારબાદ કાર્યક્રમ ની સમાપન વિધિ માં જે શિક્ષક મિત્રો એ બેસ્ટ કામ કર્યું હોય તેમને શાળા ના CRC સાહેબ શ્રી સંજયભાઈ ત્રિવેદી સાહેબ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતાં. અને સમગ્ર એક દિવસ માં ભાગ લીધેલ શિક્ષક મિત્રો ને શાળા પરિવાર તરફ થી એક એક બોલપેન ભેટ આપવામાં આવી હતી

સમગ્ર કાર્યક્રમ નું સુંદર અને સરસ આયોજન શ્રી ભરતસિંહ રાજપુત અને દિનેશભાઈ કર્ણાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ નું મુખ્ય સંચાલન -ભરતસિંહ રાજપુત

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores