વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના ચાર ગુનાને ડિટેક્ટ કરી મુદ્દા માલ સાથે આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાનાઓએ જિલ્લામાં રહેલ અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તેમજ સ્ટાફના માણસો તે દિશામાં સતત કાર્યશીલ હતા
જે આધારે વડાલી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં થી ખેડૂતોના ખેતરના કુવા ઉપરથી રાત્રીના સમયે કેબલ વાયર ચોરી કરતો આરોપી નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉંમર વર્ષ 33 રહે. ધરોદ તાલુકો. વડાલી જીલ્લો સાબરકાંઠાના એક કોથળામાં કેબલ વાયર લઈ ઘંટોડી ગામ તરફ આવી રહેલ છે તેવી બાતમી મળતા ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવાઈ ગયેલ અને આરોપીને ઘંટોડી ગામ તરફ આવતા પોલીસે કોર્ડન કરી કેબલ વાયર મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીની પોલીસ સ્ટેશનમાં લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા વડાલી પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ કેબલ ચોરીના ગુનાઓ પોતે કર્યા હોવાની કબુલાત કરી
વડાલી પોલીસ સ્ટેશન દ્વારા આઇ.પી.સી કલમ 379 મુજબ આરોપી નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉંમર વર્ષ તાલુકો વડાલી ને કેબલ વાયર 255 મીટર કિંમત 12750 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો
આમ છેલ્લા ઘણા સમયથી અનડિટેડ ગુનાઓને ડિટેક્ટ કરવામાં વડાલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી આર પટેલિયા તેમજ તેમના સ્ટાફ ને સફળતા પ્રાપ્ત થઈ તેમ જ આરોપીને પકડી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891