નવમા નોરતે વિશેષ સન્માન
ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ આયોજિત બહુચરા ગરબી મા કંસારા સમાજ ના આગેવાનો ની વિશેષ ઉપસ્થિત
નવમા નોરતા એ ઉના ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ આયોજિત બહુચરા ગરબી મા કંસારા સમાજ ના આગેવાનો હોદેદારો એ ખાસ હાજરી આપી હતી આ તકે ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્રારા ઉપસ્થિત કંસારા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ માધવલાલ વાઢેલ નુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું બહુચરા ગરબી ના સદસ્ય અને કંટ્રકસન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વિજયભાઇ સોલંકી ના વરદહસ્તે કંસારા સમાજ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ માધવલાલ વાઢેલ કંસારા નુ મુમેનટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે કંસારા જ્ઞાતિ નુ સમાજ માં આગવું સ્થાન હતું અર્વાચીન યુગમાં કંસારા સમાજ દ્વારા વિવિધ ધાતુ ના વાસણો કંસારા સમાજ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા જેમ દિકરી ના લગ્ન પ્રસંગે મા માટલા ની હેલ હોય કે પછી કંસાર જમવા ની કાસા ની તાંસળી હોય જમરખ દિવડો હોય વગેરે આપણા સામાજિક પ્રસંગે ના વિવિધ ધાતુ ના વાસણો કંસારા જ્ઞાતિ ના લોકો હસ્ત કળા થી તૈયાર કરતા હતા અને દરેક સમાજ સાથે એક સિક્કાની બીજી બાજુ જેમ દુધ મા સાકર ભળે એ રીતે દરેક સમાજ સાથે આ કંસારા સમાજ ભળી જતો હતો પરંતુ આધુનિકતા આવતા હસ્ત કળા વિમુખ થઇ અને કંસારા જ્ઞાતિ નો આ પરંપરાગત ઉધોગ ભાંગી પડ્યો છે સાથે સાથે આજ ના આ આધુનિક યુગમાં ઉના માંથી પણ કંસારા જ્ઞાતિ ના ઝુઝ લોકો જ રહ્યા છે આમ આજરોજ આ નાના સમાજ ની ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ નોંધ લય ને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ ની હાજરી માં કંસારા સમાજ ના આગેવાનો નુ સન્માન કરવામાં આવ્યુ ત્યારે આજની નવી પેઢીને પણ અચરજ થયું હતું કે કંસારા સમાજ પણ હાલ ઉના મા છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ