>
Tuesday, October 14, 2025

આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ દેલવાડા આયોજિત નવરાત્રી મહોત્સવ અંતર્ગત હવન તથા બટુક ભોજન યોજાયું

આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ દેલવાડા આયોજિત નવરાત્રી મહોત્સવ અંતર્ગત હવન તથા બટુક ભોજન યોજાયું

ઉના તાલુકાના દેલવાડા ગામે જય શ્રી જળદેવી ગરબી મંડળ દેલવાડા આયોજિત નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો જેમાં નોરતા દરમિયાન દરરોજ નાની બાળાઓ ને લહાણી ઇનામ તથા નાસ્તો કરાવવા મા આવેલ તથા આજરોજ નવરાત્રી મહોત્સવ અંતર્ગત હવન તથા બટુક ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેલવાડા ગામ ના બાળકો એ હોશ ભેર ભોજન પ્રસાદ લેવા પધારેલા હતા તથા હવન નુ આયોજન કરાયું હતું જેમાં વિદ્વાન શાસ્ત્રી શ્રી ભરતભાઇ જોશી દ્રારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવન મા હોમ કરાવવા મા આવેલ તથા વિશ્ર્વ મા શાંતિ થાય દેશ ના નાગરીકો નુ સ્વસ્થય સારુ રહે સરહદ ના રક્ષકો નુ આરોગ્ય નિરામય રહે અને સનાતન ધર્મ નો વ્યાપ વધે અને આયોજકો ની ઉન્નતિ થાય એવી નેમ સાથે યજમાનો પાસે અગ્નિ મા આહુતિ આપવામાં આવી હતી સાથે સાથે નવ નોરતા દરમિયાન જે બાળકો એ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી એના માટે પણ વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી સાથે સાથે આજે બટુક ભોજન નિમિત્તે સમસ્ત દેલવાડા ગામ ના બાળકો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો

આજ ના આ સવિશેષ કાર્યક્રમ મા બંસરીબેન વંશ અનિતાબેન જેઠવા એ તથા મિણાબેન વંશ દ્રારા ભોજન પ્રસાદ બનાવવા મા ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જ્યારે દિનેશભાઇ વંશ તથા મહેશભાઇ જેઠવા એ બટુક ભોજન ના આયોજન ને સફળ બનાવવા માટે મહેનત કરી હતી જ્યારે ઓમકાર મંડપ સર્વિસ ના હસમુખભાઇ દમણિયા એ વોટરપ્રૂફ મંડપ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જય શ્રી જળદેવી ગરબી મંડળ દેલવાડા ના સંયોજક શ્રી રમેશભાઇ વંશ એ સમગ્ર નવરાત્રી મહોત્સવ તથા હવન અને બટુક ભોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં જે જે લોકો એ સહયોગ કર્યો છે એ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો…. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores