કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના બટાકા ના વાવવા અંગે મળેલી બે જિલ્લાના ખેડૂતોની મિટિંગમાં કોઈપણ કંપની પાસેથી બટાકાના વાવવા શપથ લીધા
છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો ફાર્મિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઉત્તર ગુજરાતમાં બટાકાની વાવણી કરે છે જેના અનુસંધાને ચાલુ વર્ષે કેટલીક કંપનીઓ દ્વારા ગત વર્ષ કરતાં ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ થવાથી અને ચાલુ વર્ષે અન્ય બધી જ જગ્યાએ ખેડૂતોને મોંઘવારી વધે છે ત્યારે કંપનીઓ દ્વારા 60 70 રૂપિયા ભાવ 20kg એ ઓછા જાહેર કરતા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીના ખેડૂતો આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે મોટી સંખ્યામાં મિટિંગ મળી હતી જેમાં સ્વાગત પ્રવચન સુનિલભાઈ અને વિઠ્ઠલભાઈ દ્વારા સંગઠન વિશે જણાવેલ હતું આ પ્રસંગે કોર કમિટીના રમેશભાઈ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સંગઠનની શરૂઆત થકી ખેડૂતોને મળેલ લાભો વિશે જણાવ્યું હતું અને ફક્ત એક જ ખેડૂતોના હાથમાં છે કે પહેલો ભાવ નક્કી કર્યા બાદ વાવેતર થાય છે જ્યારે અન્ય પાકોમાં ભાવો વેપારીઓ કરે છે ચાલુ વર્ષે તમામ ક્ષેત્રમાં રાસાયણિક ખાતરો દવાઓ ડીઝલ કે મજૂરીમાં મોંઘવારી સતત વધતી જાય છે ત્યારે બટાકાના ભાવમાં કંપની દ્વારા 50 થી 60 રૂપિયા ઘટતા ખેડૂતોમાં ખૂબ આક્રોશ હોય કોઈપણ કંપનીના બટાકા કોઈ સંજોગોમાં કોઈ ખેડૂત ઉતારશે નહીં તેવી આજ આજ સૌ ખેડૂત મિત્રોએ શપથ લીધા હતા. આ પ્રસંગે બનાસકાંઠાના રવિભાઈ પુરોહિત બડોલીના કલ્પેશ સરપંચ અને ઈકબાલગઢના અરવિંદભાઈ અને ઇડરના દલજીભાઈ સૌ ખેડૂતોને સંગઠનમાં રહેવા જણાવેલ હતું તેમજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી અને કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રીશ્રીએ આજથી 40 વર્ષ પૂર્વે 3 10 1986 ના ના કર આંદોલન ના યાદ કરાવી હતી અને આજથી સો વર્ષ પૂર્વે ડોક્ટર કેશવ બલરામ હેડગેવાર દ્વારા સંઘ ની સ્થાપના બાદ આજે વિશ્વનું મોટામાં મોટો સંગઠન આરએસએસ છે આપણે સૌ આજે સુખી સંપન્ન છીએ ફક્ત સંગઠન થકી જ બધા જ લાભ મેળવી શકીએ તો સૌ. ખેડૂતોને સંગઠિત રહેવા પર ભાર મુકેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આગામી દિવસમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સૌ કિસાનો એકત્રિત થવા નમ્ર અપીલ કરી હતી અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઇ અને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891