જાદર પોલીસ સ્ટેશન માં છેલ્લા બે વર્ષથી નાસત્તા ફરતા આરોપીને જાદર પોલીસે પકડી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાબરકાંઠા ના ઓએ મિલકત સંબંધી ગુનાના આરોપીઓ પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે આધારે પોલીસ અધિક્ષક શ્રી સ્મીત ગોહિલ સાહેબ ઈડર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી પોતાના આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ જેથી આર ડી તરાલ પોલીસ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશનનાઓએ જાદર પોલીસ સ્ટેશનના તમામ માણસોને પોતાના અંગત બાતમીદારોનું નેટવર્ક ઊભું કરી મિલકત સંબંધી ગુના ના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી
જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા તે દરમિયાન અ.પો.કો.જસવંતકુમાર શામળભાઈ ની ખાનગી બાતની મળી કે જાદર પોલીસ સ્ટેશન ના ઇપીકો (ક) 379 114 મુજબના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી પકડવાનું બાકી આરોપી અમરારામ ભગીરથરામ સેન (નાઈ) રહે. હેમાગુડા તાલુકો. ચિંતલવાના જિલ્લો. ઝાલોદ રાજસ્થાન વાળો જે વલાસણા બાજુથી આવતો હોય તેવી બાતમી મળતા જેથી નાસતા ફરતા આરોપી પકડવા માટે માંડવા આઉટ પોસ્ટ ખાતે હાજર હતા તે દરમિયાન બાતમી વાળો ઈસમ મળી આવતા તેને પકડી જાદર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ જાદર પોલીસ સ્ટેશનના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં જાદર પોલીસ ટીમને સફળતા મળી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891