વડાલી પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સીસ આધારે પોશીના મુકામે થી આરોપીને પકડી પાડ્યો
પોલીસ મહા નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાના જિલ્લામાં રહેલ અન ડિટેક્ટ ગુનાઓ કરવા માટે સૂચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગના માર્ગદર્શક હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર પઢેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં કાર્યરત હતા
જે આધારે વડાલી પોલીસ સ્ટેશન ના 303 (2) ના કામે ચોરી થયેલ વન પ્લસ 4 5g મોબાઈલ જેનો IMEI નંબર 862243072906657 તથા 862243072906640 જેની કિંમત 32,999/- નો ગઈ તારીખ 31/ 8/2025 ના રોજ 11 કલાકથી 1/ 9/ 2025 ના 6 કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે આધારે આરોપી અને મુદ્દા માલ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ આધારે પોશીના તાલુકાના નાડા ગામમાંથી આરોપી રસિકભાઈ બચુભાઈ બુંબડિયા ઉંમર વર્ષ 24 રહે કરુમડી ફળી ગામ નાડા તાલુકો. પોશીના તથા આરોપીના કબજા માંથી ઉપરોક્ત જણાવેલ ચોરીમાં ગયેલ મોબાઈલ મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ચોરીના ગુના ને શોધી કાઢવામાં વડાલી પોલીસ ટીમને સફળતા મળી
બ્યુરો રિપોર્ટ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891