કોચલા પ્રાથમિક શાળામાં સરદ પૂનમના પવિત્ર દિવસે તિથિ ભોજન આપવામાં આવ્યું.
*અહેવાલ શૈલેષ ભાઈ ઠાકોર કોચલા*
થરાદ તાલુકાની કોચલા પ્રાથમિક શાળામાં સરદ પૂનમના પવિત્ર દિવસે ગામના યુવા મિત્રો અશ્વિનભાઈ ઠાકોર, શૈલેષભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, અમાભાઈ ઠાકોર, નાનજી ભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર અને ગણાભાઈ ઠાકોર અને ઈશ્વર ભાઈ સાહેબ દ્વારા પ્રીતિ ભોજનનો આયોજન કરવામાં આવ્યું. બાળક ભગવાનનું સ્વરૂપ છે અને તેની ખુશીમાં ભગવાન ખુશ થાય છે અને સાથે જ શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં સિરો અને દાલ નું પ્રીતિ ભોજન આપવામાં આવ્યું. આ નિમિત્તે ગામના યુવા મિત્રો બહેનો ઉપસ્થિત રહી બાળકોને હેત ભર્યું ભોજન પીરસવામાં આવ્યું. આ પ્રસંગે શાળા પરિવાર વતી યુવા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો.