પાણપુર ગ્રામ પંચાયત ના ટયુબવેલ અને વીજમીટર નો દુરૂપયોગ કરતો કોમ્પલેક્ષ માલિક.
હિંમતનગર તાલુકાના સવગઢ ગાંમ મા પાણપુર પાટિયા વિસ્તાર મા આવેલ પંચાયત હસ્તક ના સરકારી બોર (ટ્યુબવેલ) તથા ગામ પંચાયત ના વીજમીટર તથા સરકારી વીજપ્રવાહ નો દુરુપયોગ કરતા એક કોમ્પ્લેક્સ માલિક પોતાની મનમાની ચલાવી પોતાના કોમ્પ્લેક્સ ના ગેરકાયદેસર રીતે બાધકામ થતા ચોથા માળે પાણી ચઢાવી પોતાની માલિકી નો બોર હોય તેમ દુરુપયોગ કરતા પત્રકાર મિત્રો ને જાણ થતા તેના વિડિઓ ગ્રાફી તથા ફોટો ગ્રાફી કરી કોમ્પ્લેક્સ માલીક ને ટેલિફોનિક પૂછપરછ કરતા ધાક ધમકીઓ આપતો હોય એમ પ્રત્યુત્તર મા એમ જણાવેલ કે હું સવગઢ ગ્રામ પંચાયત મા વેરો ભરું છું તો પંચાયત ના બોરવેલ નો ઉપયોગ અંગત કામ મા કરી શકું છું આવો ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપી ફોન કાપી નાખ્યો
ઉક્ત કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાબતે લૉકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ કોમ્પ્લેક્સ મા નિયમો વિરુદ્ધ નુ બાંધકામ પરમિશન સિવાય નુ પુષ્કળ નધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ થયુ છે. અને અત્યારે ચોથા માળે બાંધકામ ચાલું હોય જેમા સંદર્ભિત બોરવેલ ના પાણી નો બેફામ રીતે ઉપયોગ કરી વેડફાઈ કરી રહ્યા છૅ.. મળતી માહિતી મુજબ સદર પંચાયત હસ્તક ના પાણી ના ટ્યૂબવેલો નો અંગત રીતે બે ત્રણ લોકો ઉપયોગ કરી રહ્યા છે જેનું
ભારે ખમ વિજબીલ પંચાયતે ભરવુ પડે છૅ જેનો બોજ સમગ્ર રીતે આ પંચાયત ના તમામ રહેવાસિયોં એ ભોગવવો પડૅ છૅ શુ આ બાબતે પંચાયત ના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ પંચાયત ના ઉચ્ચ હોદ્દેદાર ના નજીક ના સગા ની રહેમ નજર તળે આ કૌભાંડ ચાલી રહ્યુ હોય એવુ ચોરે અને ચૌટે લૉકમુખે ચર્ચાઈ રહ્યું છૅ જે બાબતે પંચાયત વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ શુ કોઈ કાયદાકીય પગલાં લઇ આ વિસ્તાર ના રહીશો ને આવા વધારા ના ભરવા પડતાં વેરા મા થી છુટકારો અપાવી શકશે??
વધુ માં પત્રકાર દ્વારા જાત તપાસ કરતા ઉપરોક્ત કોમ્પલેક્ષ માલિકે આ કોમ્પલેક્ષ નીબાજુ ના સોસાયટી તરફ ના રસ્તા ઉપર બાંધકામ થી વધેલો મલબો ફેંકી સોસાયટી ના રસ્તા ને બ્લોક કરી રાહદારીઓને અડચણ વારંવાર ઊભી કરે છે.તેમજ કોમ્પલેક્ષ ની પાછળ ઈબાદતગાહ હોઈ રસ્તા માં બાંધકામ નું વેડફાટ થતું પાણી નાખી ને આખા રસ્તા માં ગંદકી અને કાદવ કીચડ નું સામ્રાજ્ય ઉભું કર્યું છે અને ઈબાદત કરવા જતાં નમાઝીઓની પાકી સાફી માં અવરોધિત કરે છે.રિપોર્ટર:રજબ ફકીર