>
Wednesday, October 15, 2025

કલોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કલોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

શ્રી રામજી બાવજી મંદિર અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ લક્ષ્મીપુરા હોસ્પિટલ ની પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ નું સ્વાગત અને મુલાકાત..

કલ કી તીર્થધામ પ્રેરણાપીઠના પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હાલમાં ધર્મ જાગરણ અભિયાન અને કલોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડાલી વિસ્તારના લખેડા કંપા અને રવિપુરા અને મેઘ જુના કંપા સાથે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા સિલ્વાડ કંપા અને સગરામપુરા કંપા અને કલોલ કંપામાં જનજાગરણ કાર્યક્રમ માં પધાર્યા ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતભરમાં તમામ અનુયાયીઓ ના ઘર સુધી પૂજ્ય પાદુકાઓ અને નિશાન સાથે ચાર તાલુકાના તમામ કમ્પા તેમજ શહેરમાં આ સાથે પૂર્ણ થયેલ ત્યારે લક્ષ્મીપુરા ગામ માં આવેલ સંત શ્રી રામજી બાવજી મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ સ્વાગત કર્યા બાદ પરમ પૂજ્ય જગતગુરુ શ્રીએ સત્સંગ નું રસપાન કરાવેલ હતું અને ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હતો. આ સાથે આ વિસ્તારની મીની જસ્ લોક હોસ્પિટલ તરીકે ગણાતી અને ગરીબોની ખૂબ જ સેવા કરતી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલના તમામ વોર્ડ માં મુલાકાત લીધી તેમ જ સીટી સ્કેન વિભાગ અને શ્રી રામજી બાવજી અન્ન ક્ષેત્રની પણ મુલાકાત લઇ જગતગુરુ પ્રભાવિત થયેલ હતા અને આ હોસ્પિટલને રૂપિયા એક લાખનું દાન પણ જાહેર કરેલ હતું આ સાથે લક્ષ્મીપુરા ગામના આગેવાનો અને ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores