નવાબંદર મરીન પોલીસે સામૂહિક દુષ્કર્મના અજાણ્યા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
ગીર સોમનાથ જિલ્લાની નવાબંદર મરીન પોલીસે સામૂહિક દુષ્કર્મ અને અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૭૦(૧), ૧૩૭(૨) મુજબ ગુનો નોંધાયો હતો.
ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એમ.એન. રાણાની આગેવાની હેઠળ, ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમન સોર્સ અને ટેકનિકલ તપાસના આધારે ગુનામાં સામેલ અજાણ્યા આરોપીઓનું નામ-સરનામું શોધી કાઢ્યું હતું.
* અંશ ઉર્ફે અન્શુ સુરેશભાઇ ફુલબારીયા (રહે. નવાબંદર, તા. ઉના)પોલીસે ગણતરીની કલાકોમાં આ અજાણ્યા આરોપીને શોધી કાઢીને કુલ ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી ગુનાની તપાસ આગળ ધપાવી છે. આરોપીઓએ આશરે સાત દિવસ પહેલા ભોગ બનનાર મહિલાનું અપહરણ કરી, બેભાન કરી, ઘરે લઇ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા