આજરોજ દેલવાડા ગામે પોલિયો નાબૂદી અંતર્ગત સઘન રસી કરણ કરવા મા આવેલ
દેલવાડા ગામ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ તથા આશા વર્કર કાર્યકરો દ્રારા દેલવાડા ગામ મા ઠેકઠેકાણે કેમ્પ કરી પોલીયો નાબૂદી અંતર્ગત સઘન રસી કરણ કરવા મા આવેલ જેમાં ગામ ના દરેક એરિયા મા શેરીઓ સોસાયટીમાં ફરી ને તેમજ કોમ્યુનિટી હોલ કોળી સમાજ ભવન મદ્રેસા વગેરે સ્થળોએ કેમ્પ ગોઠવી ને ૦/ થી ૫ વર્ષ સુધી ના બાળકો ને પોલિયા ના ટિપા પિવડાવવા મા આવેલ આ કામગીરી માટે દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર શ્રી ઓ નર્સિંગ સ્ટાફ તથા આશા વર્કર બહેનો એ જહેમત ઉઠાવી કોઈ પણ બાળકો રસી કરણ થી વંચિત રહી ના જાય એ માટે સારી એવી મહેનત કરી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના