>
Monday, October 13, 2025

આર.ટી.ઓ. સર્કલ હિંમતનગર ખાતેથી ૩ માસની દિકરીનું અપહરણ કરી લઇ ગયેલ આરોપી પતિ-પત્નિને પકડીને ગણતરીના કલ્લાકોમાં દિકરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે શોધી 

આર.ટી.ઓ. સર્કલ હિંમતનગર ખાતેથી ૩ માસની દિકરીનું અપહરણ કરી લઇ ગયેલ આરોપી પતિ-પત્નિને પકડીને ગણતરીના કલ્લાકોમાં દિકરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે શોધી

 

ગઇ તા.૦૯/૧૦/૨૦૨૫ ના રોજ ક.૨૩/૦૦ વાગ્યાની આસપાસના સમયગાળા દરમ્યાન મોજે આર.ટી.ઓ. સર્કલ નજીક હેપ્પી હેલ્પર ગેરેજ આગળથી ફરી.ની દિકરી મીનાક્ષી ઉ.વ.૦૩ મહિના ૦૨ દિવસનીને મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યા સ્ત્રી-પૂરૂષે અપહરણ કરી લઇ ગયેલ હોવાનો બનાવ બનેલ જે બાબતે ભોગ બનનાર દિકરીને શોધવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ સાબરકાંઠા નાઓની સુચના આધારે પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.ઈન્સ. શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવી ટેક્નીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સીસની મદદ મેળવી સતત ઉપરોક્ત ભોગ બનનાર દિકરીની શોધખોળમાં ટીમ કાર્યરત હતી.

જે દરમ્યાન સી.સી.ટી.વી.ફુટેઝની તપાસ કરતાં એક મોટરસાઇકલ ઉપર આવેલ એક પુરુષ તથા પાછળ બેઠેલ મહિલાની શંકાસ્પદ મુવમેન્ટ જણાઇ આવેલ સદર મોટરસાઇકલની તપાસ કરતાં જેનો રજી નંબર GJ07EG2313 હોવાનું જણાઈ આવેલ જે મોટરસાઇકલ નંબર આધારે તપાસ કરતાં સદર મોટરસાયકલ શાહરુખમીયા ઇસામમીયા મલેક રહે.કટકપુરા છાપરા જી.ખેડાનું જણાઇ આવેલ જેથી એલ.સી.બી. ટીમના માણસોએ ઉપરોકત શાહરૂખમીયાની તપાસ કરતાં સદર શકમંદ ઇસમ તથા મહિલા બન્ને અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતાં હોવાની હકિકત મળતાં એલ.સી.બી. ટીમ દ્વારા વટવા અમદાવાદ ખાતે તપાસ કરતાં સદર ઉપરોકત રજિસ્ટર નંબર GJ07EG2313 વાળી મોટરસાયકલ સાથે એક પુરુષ તથા મહિલા એક નાના બાળક સાથે મળી આવેલ સદર મળી આવેલ પુરુષનું નામ પુછતાં શાહરુખમીયાં ઇસામમીયાં મલેક ઉ.વ.૨૫ તથા મહિલાનું નામ પુછતાં શબાના વા/ઓફ શાહરુખમીયાં મલેક ઉ.વ.૨૫ બન્ને હાલ રહે.ફીરોજભાઈ બાવનના ઘરે ભાડેથી ગઢા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા મુળ રહે.કતકપુરા, પો.છાપરા, તા.મહેમદાબાદ, જી.ખેડાના હોવાનું જણાવેલ સદર બન્ને પતિ પત્નિ કબ્જામાં રાખેલ બાળકી સંબધે પુછતાં જણાવેલ કે અમારે સંતાનમાં કોઇ બાળક ન હોય અને અમો અવારનવાર આર.ટી.ઓ. નજીક હિંમતનગર ખાતે કામકાજ અર્થે આવતાં હોય તે દરમ્યાન ત્યાં કોઈ ભંગાર વિણવાનું કામ કરતાં હોય તેને નાનુ બાળક હોય અને ખુલ્લામાં પડી રહેતું હોય તે અમોએ એક બે વાર જોયેલ અને અમારે સંતાન ન હોય જેથી આ બાળક અમોએ લઈ જવાનું નક્કી કરેલ અને આજથી બે દિવસ પહેલાં આર.ટી.ઓ. હિંમતનગર નજીક રાત્રીના દસેક વાગે આ ભંગાર વિણવાનું કામ કરતાં ભાઇની ભંગાર વિણવાની સાઇકલની લારી ઉપર તેમની બાળકી રાત્રીના સુતેલ હોય ત્યાંથી નજર ચુકવી અમોએ આ બાળકી લઇ લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય જેથી આરોપી (૧) શાહરુખમીયાં ઇસામમીયાં મલેક તથા (૨) શબાના વા/ઓફ શાહરુખમીયાં મલેક નાઓને હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.

 

એ પાર્ટે ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૭૨૫૦૮૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ક.૧૩૭(૨),૫૪ મુજબના

ગુન્હાના કામે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores