ઈડર તાલુકાના દરામલી ગામ ખાતે ‘વિકાસ રથ’ને હોંશભેર આવકારતા ગ્રામજનો
સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના દરામલી ગામ ખાતે વિકાસ સપ્તાહ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પહોંચતા જ ગ્રામજનો દ્વારા ‘વિકાસ રથ’ને હોંશભેર આવકારવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ વિકસિત ભારત અંગેની ફિલ્મ નિહાળી હતી.
દરામલી ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસૂયાબેન ગામેતી, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી એન ચૌધરી, સરપંચ શ્રી સહિત વિવિધ મહાનુભાવો, સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891