ઈડર નગરપાલિકા દ્વારા રૂ. ૨૭૦ લાખના કામોનું લોકાર્પણ અને રૂ. ૧૬૫ લાખના કામોનુ ખાતમુહૂર્ત
પી એમ સ્વનિધી યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યો
પી એમ આવાસ યોજનાના લાભાર્થીને ગૃહપ્રવેશ અંતર્ગત ચાવી વિતરણ
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઈડર નગરપાલિકા દ્વારા ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં રૂ. ૨૭૦ લાખના કામોનું લોકાર્પણ અને રૂ. ૧૬૫ લાખના કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પી એમ સ્વનિધી યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. પી એમ આવાસ યોજનાના લાભાર્થીને ગૃહપ્રવેશ અંતર્ગત ચાવી વિતરણ કરવામાં આવી હતી. શ્રેષ્ઠ કામગીરી બદલ સફાઈ કામદાર પ્રોત્સાહન અંતર્ગત રૂપિયા દસ હજારના ચેક વિતરણ નો કાર્યક્રમ યોજયો હતો. ધારાસભ્યશ્રી રમણલાલ વોરા દ્વારા ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી શ્રી ઇડર નગરપાલિકા, વહીવટદાર શ્રી ઈડર નગરપાલિકા સહિત અધિકારી શ્રી કર્મચારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891