સનવાવ જિલ્લા પંચાયત સીટના ૨૪ વર્ષની જન વિકાસ યાત્રા નિમિત્તે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો
ગીર ગઢડા: સનવાવ પ્રાથમિક શાળાના પટાંગણમાં સનવાવ જિલ્લા પંચાયત સીટના ૨૪ વર્ષના ‘જન વિકાસ, સેવા અને સમર્પણ’ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય વિકાસ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી આયોજનો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે:
* જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધીરુભાઈ મકવાણા
* તા. પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ
* T.D.O. ચાવડા સાહેબ
* તા. પંચાયત સદસ્ય શ્રી કાનાભાઈ બાંભણીયા
* સદસ્ય પ્રતિનિધિ શ્રી હીરજીભાઈ પરમાર
* સરપંચ શ્રી ગીગાભાઇ ચાવડા
* પંચાયત સદસ્ય શ્રી મુસાભાઈ નાયા
* તાલુકા ઉપ પ્રમુખ શ્રી હસમુખભાઇ લખાણી
ઉપરોક્ત તમામ મહાનુભાવોએ જન કલ્યાણ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સનવાવ જિલ્લા પંચાયત સીટની ૨૪ વર્ષની વિકાસ યાત્રાને બિરદાવી હતી. આ કાર્યક્રમ થકી જનતાને વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યોની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા