ઇડર પો.સ્ટે. નાં ઉમેદપુરા ગામની સીમમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનાં છોડ નંગ-૧૮૭
વજન-૧૧૪ કિલો ૪૧૦ ગ્રામ ફલ કિ.રૂ. ૧૧,૪૪,૧૦૦/- ના વાવેતર સહીતનો મુદ્દામાલ સાથે બે
આરોપી ઇસમને પકડી પાડતી ઇડર પોલીસ
દરમીયાન મળેલ બાતમી હકીકત આધારે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમેદપુરા ગામની સીમમાં આરોપી નં.(૧)મહેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલ ઉ.વ.૪૩ રહે.ઉમેદપુરા તા.ઈડર જી.સાબરકાંઠાના માલીકીના માળીયાવાળા નામથી જણીતા કુવા પર આરોપી નં.(૨)કુંભાભાઈ કસ્નાભાઈ નાગોતર રહે.ચંન્દ્રાણા ખણીગાટી ફળો તા.પોશીના જી.સાબરકાંઠા નો ભાગેથી વાવેતર કરતો હોવાની અને બંનેએ મળી આરોપી ૧ ના કુવા પર ખુલ્લી જગ્યામાં મદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની માહિતી આધારે જરુરી નિયમોનુસાર કાર્યવાહી પોલીસ સ્ટાફના માણસો સાથે માહિતી વાળી જગ્યાએથી આરોપી નં.૧ ના કુવાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ- ૧૩૨ જેનો કુલ વજન ૯૧.૪૬૦ કિલો / ગ્રામ કુલ ૯૧ કીલો ૪૬૦ ગ્રામ લીલા ગાજાની કિંમત રુ.૯,૧૪,૬૦૦/- નો તથા સુકા ગાંજાનાં કુલ છોડ નંગ- ૫૫ કુલ વજન ૨૨ કિલો ૯૫૦ ગ્રામ કુલ ૨૨ કીલો ૯૫૦ ગ્રામ સુકા ગાંજાની કિંમત રુ.૨,૨૯,૫૦૦/- નો મળી કુલ ગાંજાના છોડ નંગ-૧૮૭ જે કુલ વજન ૧૧૪ કિલો ૪૧૦ ગ્રામ જે તમામ માદક પદાર્થની કિ.રૂ.૧૧,૪૪,૧૦૦/- કોઈ પણ જાતનાં પાસ પરમીટ વગર પરમીટે રાખી બંને આરોપીઓ સ્થળ ઉપર હાજર મળી આવી પકડાઇ જઇ મળી આવતાં સદરી બંને આરોપીઓ વિરુધ્ધ ઇડર પો.સ્ટે. બી પાર્ટ ગુ.રજી.નં.૧૧૨૦૯૦૨૦૨૫૧૩૦૮/૨૦૨૫ ધી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ ૮(સી), ૨૦(સી), ૨૯ મુજબનો ગુન્હો રજી કરી આગળની તપાસકીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ આરોપી
(૧) મહેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલ ઉ.વ.૪૩ રહે.ઉમેદપુરા તા.ઈડર જી.સાબરકાંઠા
(૨) કુભાભાઈ કસ્નાભાઈ નાગોતર ઉ.વ.૨૫ રહે.ચંન્દ્રાણા ખણીગાટી ફળો તા.પોશીના જી.સાબરકાંઠા
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી