ખેડબ્રહ્મા શહેરની ડી ડી ઠાકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરકારી વિભાગમાં જોડાવા માટે તાલીમ યોજાઈ
ખેડબ્રહ્માની ડી ઠાકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અનુસૂચિત જનજાતિના યુવાનો યુવતીઓ ને બી એસ એફ સી.આર.પી.એફ તથા સરકારી વિભાગમાં જોડાવા માટે તક મળી તે આશયથી પોલીસ દ્વારા કુલ 95 યુવાનો યુવતીઓને દિન 30 ની તાલીમ નવોદય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી
તાલીમ પુર્ણાહુતિ દરમિયાન તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું
તાલીમ પુર્ણાહુતિ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડીઆર સાધુ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થી ઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891