*અહેવાલ શૈલેષ ભાઈ ઠાકોર થરાદ*
વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા મુકામે કૃષિ મેળાનું થયું આયોજન
*રવિ કૃષિ મહોત્સવ-2025* અંતર્ગત *તારીખ-14/10/2025 ને મંગળવારના* રોજ *શ્રી શૈલેષભાઈ પટેલ ચેરમેન, APMCના* અધ્યક્ષ સ્થાને *માર્કેટયાર્ડ, રાહમાં* *કૃષિ મેળાનું* આયોજન કરેલ છે. જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક ખેતી પદ્ધતિની માહિતી તેમજ વિવિધ યોજનાઓની માહિતી અને વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલની મુલાકાત રાખેલ છે હતું
*સ્થળ- માર્કેટયાર્ડ, રાહ*
આ કૃષિ મેળામાં માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાથે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માગીલાલ પટેલ અને તાલુકા પ્રમુખ હરચંદજી ઠાકોર સાથે રાહ ના સરપંચ શ્રી અને વિવિધ કર્મચારી ગણા ખેતીવાડીના લગતા હાજર રહ્યા
કૃષિ મહોત્સવના નોડલ અધિકારી વિસ્તરણ અધિકારી ગ્રામસેવકો અને રાહત તાલુકાના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી ને લગતા સ્ટોલો અને ખેતીવાડી ને લગતા સ્ટોલો અને વૈજ્ઞાનિકો દ્વારા ખેતીવાડીને લગતી જાણકારી પણ આપવામાં આવી