ઉના ગિર ગઢડા તાલુકાના વિડિયો ફોટો ગ્રાફર એશોશિએસન ની મિટિંગ મળી હોદેદારો નિમાયા
ઉના ખાતે શિતલ ફાર્મ હાઉસ ખાતે બે તાલુકાના 150 ઉપરાંત વિડિયો ફોટો ગ્રાફર ની ઉપસ્થિતિ માં મિટિંગ મળી હતી આ મિટિંગમાં એસોસિયેશન ની રચના કરવા મા આવેલ છે તથા પ્રમુખ તરીકે જયેશભાઇ પરમાર તથા ઉપ પ્રમુખ તરીકે ચેતનભાઇ કાનાબાર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી બંને તાલુકા ના ઉપસ્થિત ફોટો વિડિઓ ગ્રાફર ને પડતી હાલાકી નિવારવા ચર્ચા વિચારણા કરવા મા આવી હતી સાથે સાથે ફોટો વિડિઓ ગ્રાફરો ને પણ સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ કય રિતે મળી શકે એની વિચારણા કરવા મા આવેલ આમ હવે ઉના ગિર ગઢડા તાલુકાના વિડિયો ફોટો ગ્રાફરો એ પણ સંગઠન મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે આ મિટિંગમાં કલ્પેશ ભાઇ બારોટ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના