ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ સાહેબ વય નિવૃત્ત થતા શુભેચ્છા સન્માન સમારંભ યોજાયો
જ્યોતિ હાઇસ્કૂલ, ખેડબ્રહ્મામા 10 વર્ષ શિક્ષક તરીકે અને 25 વર્ષ આચાર્ય તરીકેની સેવા આપી 31.10.2025 ના રોજ નિવૃત થનાર આચાર્યશ્રી સુરેશભાઈ એસ. પટેલ (બાવજી)ને આજરોજ શૈક્ષણિક સત્રના છેલ્લા દિવસે ખેડબ્રહ્મા અને પોશીનાના આચાર્ય મિત્રોએ જ્યોતિ હાઈસ્કૂલમાં જઈને બાવજીને શુભેચ્છાઓ આપી અને આશીર્વાદ લીધા હતા. અને 4:30 કલાકે યોજાયેલ સમારંભમાં આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ, રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલે શુભેચ્છાઓ આપી હતી. તથા લાલોડા હાઈસ્કૂલના આચાર્ય શશીકાંત પટેલ વિશેષ ઉપસ્થિત રહી સાલ, શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જ્યોતિ હાઈસ્કૂલ નો સ્ટાફ તથા આમંત્રિત મહેમાનોએ સમૂહ ભોજન લીધું હતું નિવૃત થનાર ખેડબ્રહ્મા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891