હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે સખી દિપાવલી ઉત્સવ મેલા 2025નું ઉદઘાટન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથોની મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા અને તેમના હસ્તનિર્મિત ઉત્પાદનોને બજારમાં સ્થાન મળે તે હેતુથી સખી દિપાવલી ઉત્સવ મેલા – 2025નું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને તેઓ ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ અર્થે સભાખંડ, સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે સખી દિપાવલી ઉત્સવ મેલા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.દિવાળી પર્વને અનુરૂપ ચીજવસ્તુઓની ખરીદી કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મેલામાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવેલા દિવા, માળા, ઘરગથ્થુ શણગાર, મીઠાઈ, નાસ્તા, અને અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું. દિપાવલી પર્વની ઉજવણીને સ્વદેશી રૂપ આપવા માટે પદાધિકરીશ્રીઓ,અધિકારી શ્રીઓ તેમજ નાગરિકો દ્વારા પણ ઉત્સાહભેર ખરીદી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનસુયાબેન ગામેતી, કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડાશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલા,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદાર, ડીઆરડીએ વિભાગનો સ્ટાફ તેમજ સ્વ સહાય જૂથની મહિલા ઉપસ્થિત રહી હતી.
*બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન 9998340891*







