ડીસાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ!
આજે ડીસા માટે અને સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ છે! આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને મંત્રી પદ મળવાથી હૃદયપૂર્વક આનંદની લાગણી અનુભવીએ છીએ.
ડીસાની શકલ બદલનાર તેમના કુશળ કામ અને શાંત સ્વભાવની સરકારે જે નોંધ લીધી છે, તે તેમની નિષ્ઠા અને મહેનતનું જ્વલંત ઉદાહરણ છે.
ડીસાના વિકાસ માટે તેમનું વિઝન અને સમર્પણ હંમેશા પ્રેરણાદાયી રહ્યું છે. આજે તેમને મળેલું આ સન્માન માત્ર ડીસા નહીં, પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ આપણા સમાજનું અમૂલ્ય રતન છે. તેમના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરશે, એવી શુભેચ્છાઓ!
અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! અહેવાલ = અલ્તાફ મેમણ પાલનપુર